संदेश

કચ્છ જિલ્લામાં કેર પ્રોગ્રામની શરૂઆત

चित्र
જય શ્રી રામ *હિન્દ કેસરી સેના* દ્વારા કચ્છ જિલ્લામાં એકલા રહેતા વડીલો માટે *કેર પ્રોગ્રામની* શરૂઆત કરાઈ. *કેર પ્રોગ્રામ* અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓ પ્રમાણે એક રજીસ્ટર બનાવવામાં આવશે. ગામડા તેમજ શહેરમાં એકલા રહેતા વડીલોની નોંધણી આ રજીસ્ટરમાં કરવામાં આવશે. જો વડીલોને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે બીજી કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એની વિગત રજિસ્ટરમાં નોંધવામાં આવશે. વડીલો ને દર રવિવારે ફોન કરી એમના હાલચાલ પૂછવામાં આવશે તેમજ જરૂર પડે તો સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા વડીલોની વ્યક્તિગત મુલાકાત પણ લેવામાં આવશે. કેર પ્રોગ્રામ સાથે જોડાવવા વડીલો ને ૯૯૩૦૯૯૫૫૫૫ નંબર પર ફોન કરી પોતાની વિગત નોંધાવવી પડશે. હિન્દ કેસરી સેના સનાતન સંગઠન (હિન્દુ મહાસભા) ગુજરાત પ્રદેશ મો:- ૯૯૩૦૯૯ ૫૫૫૫ www.hindkesari.org contact@hindkesari.org

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે જિલ્લા કલેકટરને આવેદન અપાયું

चित्र
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવતા હિન્દુ મહાસભા (હિન્દ કેસરી સેના) સંત સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ ને સંબોધી દાહોદ જિલ્લા કલેકટર ને રજૂઆત કરાઈ. હિન્દ કેસરી સેના સનાતન સંગઠન  (હિન્દુ મહાસભા) ગુજરાત પ્રદેશ  www.hindkesari.org contact@hindkesari.org

દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર કાવડ યાત્રાનું આયોજન

चित्र
તા. ૧૨/૦૮/૨૦૨૪ દાહોદ જિલ્લાના ઇતિહાસમાં પહેલી વાર હિન્દુ મહાસભા દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું. કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં દાહોદ જિલ્લા હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમજ કાવડ લઈને જનારા કાર્યકર્તાઓ નો ઉત્સાહ વધાર્યો. કાવડ યાત્રામાં હિન્દુ મહાસભાના વિભાગ મંત્રી વિનોદભાઈ ઉપાધ્યાય, વિભાગ સહ મંત્રી રાજેશભાઈ કાલરા, પ્રદીપ શર્મા જિલ્લા મંત્રી, નરેશભાઈ ચાવડા દાહોદ નગર અધ્યક્ષ, આશિષ ભાઈ શર્મા નગર સહ મંત્રી ઉપસ્થિત રહ્યા. આવનારા દિવસોમાં દાહોદ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મોટી સંખ્યામાં હિન્દુ ત્યોહારો ધામધૂમથી ઉજવવામાં આવશે.

આતિથ્યની ભાવના

चित्र
પૌરાણિક તામિલનાડુમાં એક ખ્યાતનામ અને લોકપ્રિય મહિલા સંત થઈ ગયા. જેમનું નામ હતું અવ્નાઇયર. આજે આ સંત મહિલાની થોડી વાત કરવી છે. તેમના માટે કહેવાય છે કે ભરયુવાનીમાં તેમના સંસારીક જીવનનો ત્યાગ કરી, એક વૃદ્ધ મહિલા જેના વાળ સફેદ થઈ ગયા છે તેવો દેખાવ ધારણ કરી લીધો હતો. આ જ વેશે તેઓ જુદા જુદા સ્થળે મુસાફરની જેમ જતાં. જેમાં ગરીબ અને તવંગર, શહેરો અને ગામડાં, વેપારીઓ અને ખેડૂતો, રાજા અને રંક સૌને મળતાં. તે ધનવાનોને તથા શક્તિશાળીઓને સમજાવતાં કે તેઓ તેમના ભાઈ સમાન લોકોને જેમને મદદની જરૂર છે તેમને મદદ કરે. તેઓ લોકોને ઉપદેશ આપી સત્યને માર્ગે ચાલવા અને ભલાઈ કરવા સમજાવતાં. તેઓ જ્યાં જ્યાં જતાં ત્યાં ત્યાં તેઓનું ઉમળકાભેર સ્વાગત થતું. લોકો તેમના પ્રત્યે પ્રેમ અને આદર દાખવતા. તેઓ રાજાના મહેલમાં કે ગરીબની ઝૂંપડીમાં સદાય આદરપાત્ર મહેમાન ગણાતાં. આ અમાપ પ્રેમનો બદલો અવ્વાઇયરે અમર ગીતો અને પદો લખીને વાળ્યો હતો; કારણકે તેઓ અદ્ભુત કવિયત્રી હતાં. તેમનાં પદો આજેય તામિલ ભાષા જાણનારાઓ ગાયા કરે છે. તેમનાં પદોનું અધ્યયન થાય છે અને મંદિરોમાં તે ગવાય પણ છે. તેઓના જીવનનો એક કિસ્સો ખૂબ જ યાદગાર છે. એક સમયે અંધારી રાત્રે

ઊછીની જિંદગી

चित्र
  સ્વામી વિવેકાનંદને એક વાર પૂછવામાં આવ્યું હતું કે તમે કયા ધર્મમાં માનો છો ? તમારો ધર્મ કર્યો ?' તેમનો જવાબ નોંધપાત્ર હતો. તેમણે કહ્યું : ‘એકતા અને પ્રેમ, સેવા અને ત્યાગથી ઊંચો કોઈ ધર્મ હોય તો તે હું જાણતો નથી.' તેમના માટે જીવન એટલે સેવા કરવી, જીવન એટલે પ્રેમ આપવો, જીવન એટલે બીજાઓના બોજાઓને ઊંચકી લઈ તેમને હળવા કરવા. જીવનમાં આપણી પાસેનું સર્વસ્વ બીજાઓ સાથે વહેંચીને વાપરવું.  એક સાંજની વાત છે, સ્વામી વિવેકાનંદ એક ઝાડ નીચે એક ગરીબ માણસને પડેલો જોયો તેનાં કપડાં જીર્ણ અને ફાટેલાં હતાં. તેના પગ ઉપર કાદવ ચોટેલો હતો સ્વામી વિવેકાનંદ તો તરત જ ઊભા રહી ગયા. તેમણે તરત નજીકના તળાવથી પાણી મંગાવ્યું. જેવું પાણી આવ્યું કે તેમણે પોતાના હાથે તે માણસના પગ સાફ કર્યા અને પોતે પહેરેલા વસ્ત્ર તે માણસને આપ્યું જે તેણે પહેરી લીધા.  એ સમયે સ્વામી વિવેકાનંદએ જે શબ્દો કહ્યા તે કાળજે કોતરાઈ ગયા. તેમણે કહ્યું : “આ વસ્ત્રો અને બીજું જે કાંઈ મારી પાસે છે તે પ્રકૃતિએ ઉધાર પેટે મને આપેલ છે. મારા કરતાં તે વ્યક્તિને તેની વધારે જરૂર છે. તેને મારે તે આપી દેવી જોઈએ.’ પ્રકૃતિએ આપણને દરેક વસ્તુ ઉધાર પેટે આપી છે. જેવુ