નખત્રાણા તાલુકાના મંઝલ ખાતે હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના


હિન્દ કેસરી સેના દ્વારા હિન્દુ સંપર્ક યાત્રા અભિયાન અંતર્ગત હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના કચ્છ જિલ્લાના દરેક તાલુકામાં તેમજ ગામોગામ કરાઈ રહી છે. આ અંતર્ગત તા. ૨૯ ને શનિવારના નખત્રાણા તાલુકામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસા કેન્દ્રની સ્થાપના કરાઈ. અભિયાનમાં સંગઠનના પ્રખંડ મંત્રી ભાવિકભાઈ ભાવસાર, સહ મંત્રી દીપક ભાઈ ગોસ્વામી તથા બહોળી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તેમજ માતૃશક્તિની બહેનો પણ ઉપસ્થિત રહી હતી. 


M: 9930995555

contact@hindkesari.org 

www.hindkesari.org